હવામાન વિભાગની આગાહી / આ જિલ્લામાં પડી શકે છે ધોધમાર વરસાદ, જાણો.

હવામાન વિભાગ દ્વારા આગામી 2 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. તો રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. તે મુજબ મહેસાણા અને વિસનગરમાં વરસાદનું આગમન થયું છે લાંબા વિરામ બાદ વરસાદ આવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વરસાદ આવતાં ખેડૂતોના પાકને નવજીવન મળશે તો, આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં ફેરફાર થયો છે. સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારમાં વરસાદ થયો છે.

તો આ તરફ લીમડી, ચૂડા અને આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદ થયો છે. લાંબા સમય બાદ વરસાદ ન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠાના દાતાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તો સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.

તેને અનુસંધાને વિજયનગર તાલુકામાં ધીમે ધીમે વરસાદ શરૂ થયું છે, તો આ તરફ અરવલ્લી જિલ્લામાં વરસાદ થયો છે. જન્માષ્ટમી પહેલાં મેઘરાજાનું શામળાજીમાં થયું છે. આ સાથે મેઘરજ રામગઢ અને ભિલોડામાં પણ વરસાદ થયો છે.

અરવલ્લી જિલ્લામાં વરસાદ થયા બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે, અને રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સાથે મહેસાણા અને વિસનગરમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *