હવામાન વિભાગની આગાહી / ગુજરાતમાં આગામી 48 કલાક આ વિસ્તારમાં ભારે વરસાદ, જાણો.

હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે. 5 સપ્ટેમ્બર પછી વરસાદ વરસી શકે છે, તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે, 7 સપ્ટેમ્બરે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય બની રહે છે.મહત્વનું છે કે, દુષ્કાળના પડકારા વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે.

ત્યારે રાજ્યમાં ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ તો રહેશે. સાથે જ બીજી લો પ્રેશર સિસ્ટમ સર્જાતા, હજુ 10 તારીખ સુધી વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે. જેનો સીધો ફાયદો ખેડુતને મળે તેમ છે. કારણ કે, હજુ પણ ગુજરાતમાં 42 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.

જેમાં ઘણા તાલુકામાં હજુ સુધી વરસાદ પડ્યો નથી, રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. સપ્ટેમ્બરમાં સારા વરસાદના એંધાણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે.

હાલ આવેલ વરસાદથી નદી-નાળા ભરાઈ ગયા છે. રાજ્ય મા 42 ટકા વરસાદની ઘટ છે, ત્યારે રાજ્યમાં ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખેડા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, સુરત, ડાંગ, તાપી, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેમજ ગીર સોમનાથ, પોરબંદર જામનગર, દ્વારકા, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *