હવામાન વિભાગની આગાહી / રાજ્યમાં આ તારીખ સુધી પડી શકે છે ધોધમાર વરસાદ.

ગુજરાતમાં હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરી છે. રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં વરસાદી વાદળો ઘેરાયા છે. જેને લઇને હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

બનાસકાંઠા, ભરુચ, સાબરકાંઠા, અરવલ્લી અને મોડાસા સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ 25 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ, ગુજરાત, જામનગર, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

તો સાથે આ તરફ અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત વડોદરામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સપ્ટેમ્બરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ નદીનાળા સરોવર અને ચેકડેમોમાં નવાં નીર આવ્યા છે.

અને જળ સપાટીમાં વધારો થતાં સિંચાઈ થી લઈને પીવાના પાણીના પ્રશ્નો નું નિરાકરણ આવ્યું છે. નોંધનીય છે કે, વલસાડમાં ઉપરવાસમાં સારો વરસાદ પડવાને કારણે મધુબન ડેમની જળ સપાટી 79.45 મીટર પર પહોંચી છે.

બાદ 10 દરવાજા બે મીટર ખોલવામાં આવ્યા છે ડેમના દરવાજા ખોલીને દમણગંગા નદીમાં 1.70 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતી નદી ગાંડીતૂર બની છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *