હવામાન વિભાગની આગાહી / ગુજરાતમાં ફરી જામશે ચોમાસુ, જાણો આ તારીખ બાદ પડી શકે છે ધોધમાર વરસાદ
ગુજરાતમાં 17 ઓગસ્ટ પછી ચોમાસું ફરી સક્રિય થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઓગસ્ટના અંત સુધીમાં સારો વરસાદ પડી શકે તેવી શક્યતા છે. એટલું જ નહીં 19 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ ના એંધાણ વર્તાઇ રહ્યા છે.
વરસાદની સિસ્ટમ સક્રિય થતાં હવે રાજ્યમાં ફરી ચોમાસું જામ્યું છે. તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે જોકે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં ફરી સારો વરસાદ નોંધાયો તે ઉપર હવામાન વિભાગનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જો આજે વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ રાજ્યના અને જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે.
વાતાવરણમાં ઠંડક ફેલાઈ રહી છે. તો કેટલાક વિસ્તારમાં હળવા છાંટા પણ પડયા હોવાનું સામે આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ સહિતના ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
જ્યારે ઓગસ્ટ ના બીજા સપ્તાહમાં સારો વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે એ મહત્વનું છે કે જુલાઈ બાદ વરસાદ ને લાંબો વિરામ લીધો છે. ત્યારે ખેડૂતો ચિંતીત બન્યા છે.
ગુજરાતમાં હજુ પણ સારા સમાચાર માટે લોકોને રાહ જોવી પડી રહી છે કેમ કે આ વર્ષે સારો વરસાદ ન થવાને કારણે ખેડૂતો માટે સંકટના વાદળો છવાઈ રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!