હવામાન વિભાગ દ્વારા આગાહી: દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો, અને અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદને કારણે જનજીવન પર ભારે અસર પડી હતી. તેવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં સામાન્ય વરસાદ યથાવત રહેશે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. આગાહી ને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહેશે.બંગાળની ખાડી માં લો પ્રેશરને કારણે વરસાદી માહોલ રહેવાનો છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!