Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હવામાન વિભાગની આગાહી /રાજ્યમાં કેટલા દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો. - GUJJUFAN

હવામાન વિભાગની આગાહી /રાજ્યમાં કેટલા દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો.

ગુજરાતમાં હજુ પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ ની આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં બે વરસાદની સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે તેમજ મધ્ય ગુજરાતમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે.

જ્યારે ભાવનગર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, સારો વરસાદ થઇ શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. એ મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

તો કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ તો કેટલી જગ્યાએ સાંબેલાધાર વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકાર થઈ ગયો છે. ભાદરવા મહિનાની શરૂઆતથી જ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.

જાણે વરસાદની મોસમ પુર જોશમાં કોઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદને લઇને ચેકડેમોમાં નવાં નીર આવ્યા છે. નદીના ચેકડેમ પાણીની આવક થતાં ગુજરાત પરથી જળસંકટનો ખતરો ટળ્યો છે.

કેમ કે વરસાદ પાછો ખેંચાતા રાજ્યમાં પીવાના પાણીની તંગી સર્જાય તેવી સ્થિતિ સર્જાય છે. જેને લઇને ખેડૂતો સિંચાઇના પાણી માટે પણ રોક લગાવી દેવામાં આવી હતી.

પરંતુ આ વખતે સારો વરસાદ પડતાં ખેડૂતોને સિંચાઈના પાણી મળ્યું છે. આ તરફ હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડમાં સહિતના પંથકમાં સારો વરસાદ વરસી રહ્યો છે.

ત્યારે હજુ પણ ગુજરાતમાં 35 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જોકે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *