હવામાન વિભાગની આગાહી / ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા..

ગુજરાતમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું છે. મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગરમીમાંથી રાહત મળતા લોકો ખુશખુશાલ થઇ ગયા છે. અમદાવાદ, વડોદરા, પંચમહાલ, ખેડા, દાહોદ માં ધોધમાર વરસાદ તૂટી પડયો છે. જેથી લોકો રાહતનો શ્વાસ લીધો છે.

ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. લગભગ 25 દિવસ બાદ ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો છે. વડોદરા, ખેડા, અમદાવાદ પંચમહાલ દાહોદ નડિયાદ માં વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક ફેલાઈ રહ્યું છે.

મોડી રાત્રે શાહપુર, દરિયાપુર, કાલુપુર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો. સામાન્ય વરસાદ પડતાં જ અમદાવાદના રસ્તા પર પાણી ભરાઈ જાય છે.

ગઈકાલે મોડી રાત્રે પડેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી કરાયેલા દ્રશ્યો જોવા મળ્યા છે. સામાન્ય વરસાદમાં પણ અમદાવાદ કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન પ્લાન પર પાણી ફરી જતું હોય છે.

લોકો છેલ્લા 20 દિવસથી વરસાદની રાહ જોઇ રહ્યા હતા, ત્યાર બાદ લાંબા સમય પછી વરસાદ આવતા લોકોની આશા નો અંત થયો છે. પંચમહાલ જિલ્લામાં રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

ક્યારેક ભારે તો ક્યારેક હળવા ઝાપટાંથી વરસાદ જોવા મળ્યો છે. જિલ્લામાં સૌથી વધુ પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *