Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વાવાઝોડાને લઈને હવામાન વિભાગે કરી સચોટ આગાહી, 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદની આગાહી - GUJJUFAN

વાવાઝોડાને લઈને હવામાન વિભાગે કરી સચોટ આગાહી, 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં લોપ્રેશર ના કારણે હળવું ચક્રવાત સર્જાયું છે. પોરબંદરના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે રાજ્યમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદની વધારે અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે. ગુજરાતમાં પોરબંદર ના અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. આગામી 48 કલાક લો પ્રેસરને વાવાઝોડાની કોઈ અસર નહીં કરે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગ એલર્ટ જોવા મળી રહ્યું છે. સરકારી તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 24 કલાક સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. એક સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાત અને અનેક વિસ્તારોમાં હળવેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે.

વાવાઝોડાને લઈને પોરબંદરના કલેક્ટર દ્વારા લોકોને સાવચેત રાખવા સલાહ આપી છે. તેમજ પોરબંદરના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. પોરબંદર થી ઉત્તર પશ્ચિમ દિશા અને 90 કિલોમીટર ડિપ્રેશન સર્જાયું છે. જે ચાર તબક્કા બાદ વાવાઝોડામાં પરિવર્તન થવાની સંભાવના છે.

સામાન્ય રીતે તેની ગતિ 40 થી 50 કિલોમીટર હોય છે. લો પ્રેસર માંથી દીપ ડિપ્રેશનમાં થાય છે પછી વાવાઝોડું સર્જાય છે. પછી તીવ્ર વાવાઝોડું સર્જાય છે. જેના કારણે પોરબંદર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે. દરિયામાં કરંટ વધી શકે અને વરસાદ પણ ધમાકેદાર થઈ શકે છે.

દરિયાકાંઠાના લોકોને સુરક્ષિત જગ્યાએ જવા અપીલ કરી છે. લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવા માટેની સૂચના અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હાલ દરિયાકાંઠા ના વિસ્તારોમાં પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી શકે છે. સાથે જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફુગાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *