હવામાન વિભાગ / મુંબઈમાં એક સપ્તાહ માં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

એક દિવસ માં મુશળધાર વરસાદ વચ્ચે દરિયામાં મોટી ભરતી એટલે કે મોજા 4.50 મીટર કરતા ઉચ્ચાર ઉછળશે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે

મુંબઈમાં છેલ્લા ઘણા દિવસથી શહેરમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. હવે 23થી 29 જુલાઈ સુધી મુશળધાર વરસાદ વરસે તો મુંબઈ જળબંબાકાર બની જશે. અને મુંબઈવાસીઓને મુશ્કેલીનો અનુભવ થશે. આ દિવસો દરમિયાન દરિયામાં ભરતી એટલે કે મોજા 4.50 મીટર કરતા ઊંચા ઉછળશે તેવી સંભાવના છે.

આમ શુક્રવાર સુધી પાંચ દિવસ મુંબઈ માં મુશળધાર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં ભરતી દરમિયાન વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. કારણકે દરિયાકિનારે ફ્લેટ ગઢ મુંબઈ મહાનગરપાલિકા બંધ કરી દે છે. એ માટે શહેરમાં પાણી ભરાયેલું રહે છે. આ દરિયા નું પાણી શહેરમાં ઘૂસી ન જાય તે ધ્યાનમાં લેવામાં આવે છે.

મુંબઈ મહાનગરપાલિકા એ જણાવ્યું હતું કે વરસાદી પાણી નિકાલ કરતા વોટર લાઈન માં 40 મી. મી સુધી વરસાદ નું પાણી વહન કરવાનું તેમજ સંગ્રહ કરી રાખવાની ક્ષમતા છે. એમ જણાવ્યું હતું.

મુંબઈવાસીઓને આ વરસાદી માહોલનો સામનો કરવો પડી શકે છે. આ ભરતી ના સમય દરમિયાન જો મુશળધાર વરસાદ પડશે તો શહેર જળબંબાકાર બની જશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *