હવામાન વિભાગ : રાજ્યમાં આ તારીખે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી, NDRF ની ટીમ..
રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજા મહેરબાન થયા છે. જન્માષ્ટમીથી રાજ્યના અલગ અલગ વિસ્તાર માં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતોના ખેતર માં રહેલા પાકને નવજીવન મળ્યું છે. તો બીજી તરફ રાજ્યના તળાવ નદી અને ડેમમાં પાણીની આવક થઇ છે.
ઓગસ્ટ મહિનામાં વરસાદ થયો હોવાને કારણે એવું લાગી રહ્યું છે કે, ગુજરાતમાં જળસંકટ ઉભું થશે. પણ મેઘરાજા મહેરબાન થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસમાં 8 અને 9 સપ્ટેમ્બર માં વરસાદનું જોર વધી શકે છે.
તો રાજ્યના ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી શકે છે, મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ત્યારે વરસાદની આગાહી ને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ સુધી આખા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.
સૌથી વધારે વરસાદ અને નવ તારીખે થઈ શકે છે સૌરાષ્ટ્રની અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની આશંકા છે પાંચ દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી ને લઈને એનડીઆરએફની ટીમ પણ કરવામાં આવી છે.
અતિભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ટીમને રવાના કરવામાં આવી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને ગીર સોમનાથમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!