હવામાન વિભાગ / રાજ્યમાં બે દિવસ અતિભારે વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે
રાજ્યમાં બે દિવસ અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર ની શરૂઆત થતાં બે દિવસ રાજ્યમાં અમુક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં અને તેના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો અમુક વિસ્તાર માં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે છે એવું દ્વારા કહેવામાં આવ્યું છે.
બે દિવસ બાદ સૌરાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. જો કે, સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો છે પણ સૌરાષ્ટ્ર ના તમામ તાલુકાઓમાં વરસાદ ખેંચાયો છે.
જેને લઇ ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. જ્યાં એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સુકાઈ ગયો છે. ખેડૂતોએ પોતાના વ્યથા જણાવતા કહ્યું કે, મગફળીમાં હાલમાં સુયા બસવવાનું ચાલુ થયું છે.
ખેડૂતો એ જણાવ્યું હતું કે, વરસાદ ખેંચાતા પાક સુકાઇ તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. એ મહત્વનું છે કે જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ ખેંચાયા છે.આમ અમુક વિસ્તારમાં વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, તેને પાક સુકાય જવાનો ડર લાગી રહ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!