Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હવામાન વિભાગની મોટી આગાહી / ગુજરાતના આગામી બે દિવસ આ રાજ્યમાં થશે કમોસમી વરસાદ. - GUJJUFAN

હવામાન વિભાગની મોટી આગાહી / ગુજરાતના આગામી બે દિવસ આ રાજ્યમાં થશે કમોસમી વરસાદ.

ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં કાલે માવઠું થઈ શકે છે. અમદાવાદમાં બુધવારે ઠંડી વધી શકે છે. ગાંધીનગરમાં બહાર અને અમદાવાદમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવે હવામાન વિભાગની આગાહી અનુસાર 28મી ડિસેમ્બર થી રાજ્યમાં કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

જેના કારણે વરસાદ થશે તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમ જ 48 કલાક સુધી વરસાદી સિસ્ટમ ની અસર રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, મહીસાગર, મોડાસા, પાટણ, દાહોદ, સહિતના વિસ્તારોમાં બે દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે.

તેમજ પોરબંદર રાજકોટ અમરેલી સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન વિભાગે આજે અને આવતીકાલે માવઠાની અગાહી કરી છે.

જોકે 29 ડિસેમ્બર થી ફરીથી ઠંડીનું જોર વધશે વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદ બાદ મંગળવારથી ફરી ઠંડીના ચમકારા માં વધારો થઈ શકે છે.

અને ત્રણથી ચાર ડિગ્રી તાપમાન ઘટશે. રાજ્યમાં ફરી ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિ થાય તેવા એંધાણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *