હવામાન વિભાગની મોટી આગાહી / રાજ્યમાં આટલા દિવસ પડશે ભારે વરસાદ..

રાજ્યમાં વરસાદની મોસમ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે કે, હજુ પણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

જેનાથી શરૂઆતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક ડેમોમાં પાણીની સારી આવક થઈ રહી છે. તો ગુજરાતના જળાશયોમાં નવા નીર આવતા રાજ્યમાં જળસંકટ નો ખતરો વધ્યો છે.

એવામાં હજુ પણ ટકા વરસાદની ઘટ જોવા મળી રહ્યું છે. ત્યારે આ મહિનામાં તે પૂરી થઈ જાય તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં જે વરસાદની ઘટ છે. તે પૂરી થશે સાથે જ રાજ્યના અનેક જિલ્લાઓમાં જેવા કે અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા નડિયાદ અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.

તો આ તરફ પંચમહાલ મહીસાગર મહેસાણા દાહોદમાં પણ હળવાથી ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *