સમાચાર

હવામાન વિભાગની આગાહી / ગુજરાતમાં વરસાદી માહોલ જામતા, ખેડૂતોમાં ખુશીની લહેર..

રાજ્યમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમય થી મેઘરાજાએ વિરામ લીધો હતો ત્યારબાદ હવે તેઓ વરસી રહ્યા છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખેડૂતો ચિંતા મુક્ત બન્યા છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં સારા વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, સિસ્ટમ સક્રિય થતાં હવે ફરી વરસાદી માહોલ જોવા મળશે.

રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, દ્વારકા સહિત અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ દર્શાવી છે.

ત્યારે આ તરફ ડાંગ વાપી, સુરત, નવસારી, વલસાડ સહિત અનેક પંથકોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ હવામાન વિભાગ વરસાદ પડવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેસર નબળો થતાં ભારે વરસાદની શક્યતા નહિવત્ જણાઈ રહી છે. પરંતુ લો પ્રેશરની અસર રાજ્યમાં સારો વરસાદ રહેશે તેવું જણાવ્યું છે કે, હવામાન વિભાગે આગાહી કરતા રાજ્યના મહાનગરોમાં સારો વરસાદ વરસી શકે છે.

અમદાવાદ-ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, ખેડા, અરવલ્લી માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *