મેઘરાજાની રી-એન્ટ્રી / રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, આ તારીખે..
ગુજરાતમાં એક તરફ સતત વરસાદ ખેંચાઇ રહયો છે, ત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદની હજુ પણ ઘટ વચ્ચે એક તરફ ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ ખેંચાતા ડેમો ના પાણી તળિયાઝાટક સપાટીએ થઈ ગયા છે. જેને પરિણામે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે, પરંતુ આ દરમ્યાન 30 અને 31 ઓગસ્ટે વરસાદની આગાહી છે.
જો કે આ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં સામાન્ય થી મધ્યમ વરસાદ પડી શકે છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં હજુ પણ 48 ટકા વરસાદની ઘટ છે. ગુજરાતમાં ચોમાસું નબળું રહેવાની સંભાવના છે કારણ કે, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થાય છે.
પરંતુ ચાલુ વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં જ ખૂબ ઓછો વરસાદ થાય છે. જો કે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ માટે રાહ જોવી પડશે.
30 અને 31 ઓગસ્ટે વરસાદ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 30 અને 31 ઓગસ્ટે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઇ હતી, જેમાં વરસાદના ગંભીર પ્રશ્ન ને લઇ સામે આવતી પરિસ્થિતિ પર ચર્ચા વિચારણા થઇ હતી.
આ મામલે રાજ્યમાં પીવાના અને સિંચાઇના પાણી મુદ્દે મંત્રીઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે. કૃષિમંત્રી, શિક્ષણ મંત્રી, પાણી પુરવઠા મંત્રી ની જવાબદારી સોંપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થાય તો ગુજરાતમાં સારો વરસાદ થાય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!