સમાચાર

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આ તારીખે સારા વરસાદની આગાહી કરી, જાણો.

વરસાદ બાબતે વાત કરીએ તો આ વર્ષે, ગયા વર્ષની સાપેક્ષમાં ખૂબ ઓછો વરસાદ થયો છે. ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થયો છે. તો ઘણા ભાગોમાં હજુ વરસાદ થયો જ નથી તે ભાગ સાવ કોરો રહી ગયો છે. દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ગામોમાં વરસાદ સારો વરસ્યો છે.

જ્યારે અમુક જગ્યાએ ઉનાળામાં પીવાના પાણીના ફાંફા પડશે એવું લાગી રહ્યું છે. મધ્ય ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં તો હજુ વરસાદ નથી.  કોણ જાણે મેઘરાજાની શું જીદ લઈને બેઠા હોય સુરેન્દ્રનગરના ખેડૂતોને વરસાદની ખાસ જરૂર છે.

બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડૂતોને પણ વરસાદની ખાસ જરૂર છે કારણ કે, જો વરસાદ ન આવ્યો તો ઊભો પાક સુકાઈ જશે તેવું લાગી રહ્યું છે. ગામના પાણીના તળ ઉંડા ચાલ્યા ગયા છે. એટલે સિંચાઇની ખેડૂતો પાસે કોઈ સગવડ નથી.

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, જો પીવાના પાણીનો જથ્થો બચાવીને ઉપર પાણી વધે તો ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવશે.

હવે તો વરસાદ આવશે તો જ સારા વાત છે. આજના હવામાન શાસ્ત્રી એ વારંવાર આગાહી કરતા હોય છે. હાલમાં જ એક હવામાનશાસ્ત્રી ની આગાહી જણાવ્યું હતું કે, 28 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

તેમ 30 તારીખે સમગ્ર ગુજરાતમાં સારા વરસાદના યોગ દેખાઈ રહ્યા છે. અરબ સાગરમાં વહન બરાબર સક્રિય થવાને કારણે વરસાદ ખેંચાયો છે તેવું અનુમાન લગાવી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *