2022 ના નક્ષત્ર પ્રમાણે ચોમાસું કેવું રહેશે તેને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

2022 ના નક્ષત્ર પ્રમાણે હવામાન વિભાગની આગાહી મુજબ આજથી નૈઋત્યનું ચોમાસું અંદમાન અને નિકોબાર તેમજ બંગાળની ખાડીના દિશામાં શરૂ થઈ ગયું છે, જેને કારણે અંદમાન નિકોબાર ના વિસ્તારમાં મધ્યમથી હળવા વરસાદની શરૂઆત થઇ છે. આગાહી મુજબ રાજ્યમાં પાંચ દિવસ સુધી અંદમાન અને નિકોબાર ના અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી તેમજ અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 27 તારીખના રોજ નૈઋત્યનું ચોમાસું બેસી જશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગયા વર્ષે 3 જૂનના રોજ કેરળમાં ચોમાસું બેસી ગયું હતું અને આ વર્ષે એક સપ્તાહ વહેલું ચોમાસું બેસે તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ મે મહિનામાં કેરળમાં ચોમાસું આવી જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારમાં દક્ષિણ તરફ અંદરના ભાગે મોટું સાયકલોન સર્જાયું છે, તેવી શક્યતા વ્યક્ત કરી છે.

આગામી પાંચ દિવસ ભારે વરસાદને લઇને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી તારીખ 27 મે ના રોજ ચોમાસુ બેસી જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ વર્ષે રાજ્યમાં આવેલું ચોમાસું બેસી જશે, તેને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 10 જૂનની આસપાસ દક્ષિણ ભારતના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે નક્ષત્રને લઈને આ વર્ષે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. 15 જૂન થી 8 જુલાઇ સુધીમાં આખા ગુજરાત સહિત ભારતના તમામ વિસ્તારોમાં મૂશળધાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

આસપાસ ઉત્તર ગુજરાતમાં ચોમાસું થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, અને 20 જૂન બાદ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રીને લઈને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *