હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખે રાજ્યમાં વરસાદી માહોલ જામશે..
રાજ્યમાં વરસાદને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતાં રાજ્યમાં આગામી સમયમાં વરસાદી માહોલ સર્જાય તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ રાજ્યમાં 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન સાર્વત્રિક વરસાદ પડી શકે છે.
તેવી આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ઉપરાંત 8 અને 9 તારીખ ના રોજ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ગાંધીનગર-અમદાવાદ સહિત વડોદરામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, સુરત, નવસારી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ રાજ્યમાં આગામી 4 થી 5 દિવસ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે.
ઉપરાંત સુરત, રાજકોટ, અમદાવાદ, જામનગર સહિત અનેક શહેરોમાં મન મૂકીને મેઘરાજા પધરામણી કરશે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સુરત શહેરમાં આગામી દિવસમાં સારો વરસાદ વરસી શકે છે.
ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળશે અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં આગામી સમયમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામી શકે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!