રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની મોટી આગાહી, જાણો ક્યાં વરસાદ નું આગમન..

રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. ચોમાસાની શરૂઆતમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચોમાસાની શરૂઆતમાં વાવણીલાયક વરસાદ પડયો હોવાને કારણે ખેડૂતોએ વાવણી કરી નાખી હતી, ત્યાર બાદ રાજ્યમાં વરસાદ ખેંચાયો હતો. તેથી રાજ્યના ખેડૂતોને પાક ને લઇને ચિંતિત થયા હતા.

તો બીજી તરફ રાજ્યમાં ડેમોના પાણીની પણ ઘટ સર્જાય હતી. દિવસેને દિવસે પાણીનો જથ્થો ઓછો થઈ રહ્યો હતો, તો બીજી તરફ લોકો આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઇ રહ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટપણે જણાવી દીધું કે, રાજ્યમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી નો જથ્થો આપવામાં આવશે નહીં. આ પાણીને રિઝર્વ રાખવામાં આવશે, ત્યારે હવે રાજ્યના ખેડૂતો માટે માત્ર કુદરત પાસે જ આશા રાખવાની છે.

તેવામાં હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ વરસાદ ને લઈને એક મહત્વની જાહેરાત કરી હતી તેમને જણાવ્યું હતું કે, બંગાળના ઉપસાગરમાં એક વહન સક્રિય થવાની તૈયારીમાં છે. જેનાથી તારીખ 17 ઓગસ્ટ ની આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.

19 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતની સાથે અન્ય ભાગોમાં વરસાદ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ઓગસ્ટના અંત સુધીમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં સારો વરસાદ થઇ શકે છે, તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. સપ્ટેમ્બરમાં વરસાદ છૂટક પડશે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. કારણ કે, તેઓએ પાકની વાવણી કરી લીધી છે. જો હવે વરસાદ નહીં થાય તો તેઓને નુકસાન થઈ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *