હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી / ઠંડીના વધતા જોર વચ્ચે સૌરાષ્ટ્ર અને ગુજરાતના આ વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા

ભારે ઠંડી ની વચ્ચે લક્ષ્યદીપ પાસે સર્જાયેલા લો પ્રેસરને લીધે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ઘનઘોર અંધારું થયું હતું ત્યારબાદ ખૂબ જ ઠંડો પવન નીકળ્યો હતો હજુ પણ આગામી ચાર દિવસ આ પ્રકારનો માહોલ રહેશે કોઈપણ સમયે કમોસમી વરસાદ થઈ શકે છે.

લક્ષદીપ ના લો પ્રેશર સાથે સાથે અરબ સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાગ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, અને જામનગરના દરિયાકિનારાના વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદ ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે 8 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી વરસાદી ઝાપટા પડવાની આગાહી છે. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારમાં પણ વરસાદી માવઠાથી થવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ઠંડી જામી રહી છે. ત્યારે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તાર રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા માં વરસાદી માવઠાંની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

એક તરફ ઠંડીના ચમકારા માં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ વરસાદને લઈને ખેડૂત માટે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *