હવામાન નિષ્ણાંત, બે દિવસ વરસાદનું જોર ભલે નબળું પડી ગયું હોય, પરંતુ આ તારીખે થશે મેઘસવારી..

જાણીતા વેધર એનાલિસ્ટ અશોક ભાઈ પટેલ ની આગાહી કરી છે કે, સપ્ટેમ્બરમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદનું જોર બે દિવસથી નબળું પડી ગયું છે. છતાં આજના સપ્તાહમાં વરસાદ નો વધુ એક રાઉન્ડ આવવાની આગાહી જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉત્તર તથા તેના લાગુ મધ્યમ બંગાળની ખાડીમાં સોમવારે નવું પ્રેશર સર્જાવાની સંભાવના છે. અને તેના પ્રભાવ હેઠળ તારીખ 7 થી 13 સપ્ટેમ્બરના સમયગાળામાં સૌરાષ્ટ્ર-ગુજરાતના મોટા વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં ઉદભવના લો પ્રેશર મધ્યપ્રદેશ તરફ ગતિ કરશે. પ્રારંભિક તબક્કે અરબી સમુદ્ર મહારાષ્ટ્ર તથા લો પ્રેશર સિસ્ટમ સુધી સ્પીયર ઝોન સર્જાશે.

મધ્યપ્રદેશ પર કેન્દ્રિત થશે, ત્યારે અરબી સમુદ્ર ગુજરાત તથા મધ્ય પ્રદેશ પર બહોળું ક્રોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તેના પ્રભાવ હેઠળ સાર્વત્રિક વરસાદ ની સંભાવના ઊભી થશે.

વરસાદની સંભવિત માત્ર સહિતનું અપડેટ આવતા બે-ત્રણ દિવસમાં આપવામાં આવશે.આમ ફરીથી 7 થી 13 સપટેમ્બર સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આમ આગામી અઠવાડિયામાં સાર્વત્રિક વરસાદ થશે તેવા પણ એંધાણ નોંધાઈ રહ્યા છે.આમ હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *