Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હવામાન નિષ્ણાતો ની આગાહી / ગુજરાતમાં આગામી પાંચ દિવસ આ જિલ્લામાં થશે ધોધમાર વરસાદ - GUJJUFAN

હવામાન નિષ્ણાતો ની આગાહી / ગુજરાતમાં આગામી પાંચ દિવસ આ જિલ્લામાં થશે ધોધમાર વરસાદ

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે વડોદરા-છોટાઉદેપુર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા મહીસાગર અને દાહોદમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે રાજ્યમાં હજુ પણ ટકા વરસાદની ઘટ છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક શહેરોમાં મેઘ મહેર જોવા મળી ક્યાંક મળો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા દાહોદના જિલ્લામાં વરસાદ થયો છે.

આ તરફ અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી છે. અને અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક શહેરમાં પણ વરસાદ થયો છે.

અમરેલીના રાજુલામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. અને રાજકોટમાં પણ 150 ફૂટ રીંગ રોડ પર વરસાદના કારણે પાણી ભરાઈ ગયું હતું. જ્યારે વડોદરામાં પણ મેઘરાજાની જમાવટ થઈ હતી,

તો વરસાદ સાથે રાજ્યના કેટલાક જૂના શહેરની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમમાં પાણીની આવક થઇ છે, અને જળ સપાટી 121.54 મીટરે પહોંચી છે સૌરાષ્ટ્રમાં ભાદર ડેમ 32.20 પહોંચ્યો છે અને ડેમની સપાટી ઘણી ઉપર આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *