Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત, હેડકલાર્ક પરીક્ષા કરાઇ રદ્દ - GUJJUFAN

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત, હેડકલાર્ક પરીક્ષા કરાઇ રદ્દ

પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગૃહરાજ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, પેપર લીક થયા બાદ તાત્કાલિક અસરથી પોલીસ અને રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી. અને તપાસના આદેશ આપ્યા હતા જેમાં ગણતરીના દિવસોમાં જ પેપર લીક કરનાર લોકો સામે ફરિયાદ નોંધાઈ અને 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 30 લાખ રૂપિયાની કવર કરવામાં આવ્યા છે.આ સાથે જ પ્રિન્ટિંગ પ્રેસના કર્મી અને માલિક સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે,

રાજ્યમાં લાયક યુવા ઉમેદવારોની મહત્વકાંક્ષા પર આંચનો આવે અને તેનો વિશ્વાસ જળવાઈ રહે એ માટે લેખિત પરીક્ષા રદ કરવામાં આવી છે.

બીજી બાજુ ગાંધીનગરમાં બેઠક યોજાઈ રહી છે. મહત્વની વાત છે કે, સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદમાં જયેશ આરોપી નંબર વન છે.

અને તેના પર લાખો રૂપિયામાં દીપક પટેલ પાસેથી પેપર ખરીદવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બીજી બાજુ ગાંધીનગરમાં પણ રાજ્ય સરકારની મહત્વની બેઠક શરૂ થઇ ગઇ છે.

જેમાં ગૃહરાજ્યમંત્રી અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં હેડ ક્લાર્ક ની પરીક્ષા રદ કરવી કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ ગૃહ રાજ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *