ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ અમિત શાહને લઈને આપ્યું મોટું નિવેદન, જાણો.

એક બાદ એક ભૂપેન્દ્ર સરકારના મંત્રીઓએ ચાર્જ સંભાળી રહ્યા છે. પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ને રૂબરૂ મુલાકાત લઇ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આશીર્વાદ લીધા હતા. જે પોતાના ડિપાર્ટમેન્ટ નો ચાર્જ સંભાળી તેમને જવાબદારી આપવા માટે સીએમ ભુપેન્દ્ર પટેલ નો આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે, આ એક જવાબદારી છે. જેને હું સારી રીતે નિભાવીશ.

ગૃહરાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી આજે એક 10:00 ચાર્જ સંભાળી લીધો હતો. પદભાર સંભાળ્યા બાદ મીડિયા સાથે કરેલી વાતચીતમાં તેમને અધિકારીઓને મોટું સૂચન કર્યું હતું કે, કોઈ ભેટ કે કોઈ બુક લઇને મારા સમર્થકો ન આવે, સમય કિમતી છે, જેનો હું પૂરેપૂરો ઉપયોગ કરીશ.

સાથે જ પાર્ટી અપીલ કરી હતી કે જિલ્લા બહારના અધિકારીઓ પણ મંત્રી ને મળવા ન આવે. વધુમાં તેમને ગૃહમંત્રી અમિત શાહને યાદ કરીને કહ્યું હતું કે, અમિતભાઈ શાહ ના કારણે હું રાજકારણની પાપા પગલી શીખ્યો છું

. અને પ્રદિપસિંહ જાડેજા ના આશીર્વાદ લઇ આવ્યો છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ રાખ્યો છે. જેના પર હું ખરો ઉતરીશ દિવસ-રાત મહેનત કરીશ.

અને સાથે જ નજીકના ભવિષ્યમાં જિલ્લાઓમાં પ્રવાસ કરી ગૃહ ખાતાના અધિકારીઓને મળીશ અને અનેક વિચારણા બાદ નિર્ણય લેશે.

ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓ ચાર્જ સંભાળી રહ્યા છે. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે એક પછી એક મંત્રીઓ જ સંભાળી રહ્યા છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આદિવાસી જાતિના વિકાસ માટે નરેશ પટેલ શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વિનુ મોરડિયા અને ગૃહ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ સંભાળી લીધા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *