Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોદી સરકારે લીધો મોટો નિર્ણય, દેશભરના ગરીબોને થશે મોટો ફાયદો, કરી લો ફટાફટ આ કામ.. - GUJJUFAN

મોદી સરકારે લીધો મોટો નિર્ણય, દેશભરના ગરીબોને થશે મોટો ફાયદો, કરી લો ફટાફટ આ કામ..

કેબિનેટ બેઠકમાં સૌથી મોટા નિર્ણયો લેવાયા છે. સરકારી યોજના માટે પોષણયુક્ત ચોખા આપવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ મોટી જાહેરાત કરી છે. આજે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની મિટિંગ થઈ હતી. જેમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રીમંડળે તમામ સરકારી યોજનાઓ માટે વધારાના પોષણયુક્ત ચોખાના વિતરણના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

પોષણયુક્ત ચોખાના વિતરણને જાહેર વિતરણ વ્યવસ્થા અને અન્ય યોજના અંતર્ગત ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે થયેલી મંત્રીમંડળની બેઠકમાં આ સંબંધમાં એક પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે, આ સંબંધમાં પુરવઠો અને વિતરણ માટે ભારતીય ખાદ્ય નિગમ અને રાષ્ટ્રની એજન્સીઓએ પહેલેથી જ 88.65 લાખ ટન અધિક પોષણયુક્ત ચોખાની ખરીદી કરી દીધી છે.

અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, તેને લક્ષિત ચેક વિતરણ વ્યવસ્થા ના માધ્યમ થી અમલમાં લાવવામાં આવશે. તેની સાથે જ વર્ષ 2024 સુધી તબક્કાવાર રીતે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેને લાગુ કરવામાં આવશે.

ઠાકોરે જણાવ્યું હતું કે, આ યોજના પર વાર્ષિક 2700 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે, જેને કેન્દ્ર સરકાર ઉઠાવશે. અનુરાગ ઠાકુરે કહ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત અને પોષણયુક્ત બનાવીને વહેંચવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીમંડળે તમામ સરકારી યોજનાઓ માટે વધારાના પોષણયુક્ત ચોખાના વિતરણના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *