નીતિન પટેલ ના સપના પર ફરી એકવાર ફરી વળ્યું મોજુ..
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર લગાવવામાં આવી છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે. અને આનંદીબેન પટેલના નજીક ગણાય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મત વિસ્તારના ધારાસભ્ય બન્યા તેમણે 117,000 મતદાનનો રેકોર્ડ માર્જીનથી જીત મેળવી હતી.
વિજય રૂપાણી રાજીનામું આપ્યું ત્યારથી દરેક લોકોના મનમાં એક સવાલ હતો કે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે ? આ ઉપરાંત નવા મંત્રીમંડળમાં ગયા નેતાઓને સ્થાન આપવામાં આવશે, તેને લઈને પણ વિવિધ અટકળો થઇ રહી હતી.
રવિવારે બપોરના સમયે કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, તેમજ સી.આર.પાટીલ પહોંચ્યા હતા.
અને ભાજપના કોર ગ્રૂપની બેઠક યોજાઇ હતી. ત્યાર બાદ ધારાસભ્ય દળની બેઠકમાં પુરૂષોત્તમ રૂપાલાએ સંબોધન કર્યું હતું.
2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી નીતિન પટેલનું નામ ચર્ચામાં આવ્યું હતું. તે વખતે તેમને ખૂબ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, હું મુખ્યમંત્રી બનવા તૈયાર છું.
જો કે, તે સમયે નરેન્દ્ર મોદીએ સિનિયર મંત્રી આનંદીબહેન પટેલનું નામ આગળ કરતાં ખુદ અમિત શાહ તેમના નામ સાથે સંમતિ દર્શાવતા નીતિન પટેલનું પત્તું કપાયું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!