આજે નવા મંત્રીમંડળમાં આ નવા નામને મળશે મોકો, આટલા નેતા નું પત્તુ કપાવાનું નક્કી..

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નવા મંત્રીમંડળની આજે શપથવિધિ કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે રાજભવન ખાતે જ મુખ્યમંત્રીએ શપથ લીધા હતા ત્યાં શપથ લેવાના છે આજે સવારે 10 વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચી જવા માટે તમામ ધારાસભ્યોને સૂચના આપી દેવામાં આવી છે નવા મંત્રીઓના શપથ પહેલા કમળ અને પાર્ટીના નિવાસસ્થાને બેઠક મળશે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાનેથી નીકળીને ગાંધીનગર પહોંચી ગયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ધારાસભ્યોને તમામ તૈયારીઓ સાથે આવવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

જે ધારાસભ્યોને મંત્રી બનાવવાના છે તેમને ફોન ની સુચના આપવામાં આવશે હજુ સુધી કોઈને ફોન આવ્યા ન હોવાનું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે.

એટલું જ નહીં ગઈકાલે જ મંત્રીને પડતા મૂકવાની છે તેવી સૂચના આપી દેવામાં આવી છેએવું પણ જાણવા મળી રહ્યું છે. કે નવા મંત્રીમંડળમાં 25 મંત્રીઓ હોઈ શકે તેમ જ મંત્રીઓની શપથવિધિ પછી આજે જ ખાતાઓની ફાળવણી થાય તેવી પણ સંભાવના છે.

સૂત્રોના મતે મંત્રીમંડળમાં સરપ્રાઈઝ એલિમેન્ટ જોવા મળી શકે છે. અનુભવી ધારાસભ્યો અને કેટલાક નવા ધારાસભ્યોને પણ સ્થાન મળી શકે છે.બચૂ ખાબડ, કુંવરજી બાવળિયા, પરશોતમ સોલંકી, ઈશ્વર પરમાર,

વિભાવરી દવે, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિશોર કાનાણી, યોગેશ પટેલ, વાસણ આહીરમનીષા વકીલ, આત્મારામ પરમાર, કિરીટસિંહ રાણા, ઋષિકેશ પટેલ, શશીકાંત પંડ્યા, દુષ્યંત પટેલ,

જીતુ ચૌધરી, ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી, હર્ષ સંઘવીગણપત વસાવા, પ્રદિપસિંહ જાડેજા, જયેશ રાદડિયા આર.સી.ફળદુ, આ બધા નામ હાલ ચર્ચામાં આવી રહ્યા હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *