ચોમાસાની કરો વધામણી, ગુજરાતમાં આ તારીખે ગાજવીજ સાથે બેસી જશે ચોમાસુ, આગાહી

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ગરમી પડી રહી છે. ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે સામાન્ય લોકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં વરસાદ શરૂ થઈ જશે. હવામાન વિભાગ ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઘણા ભાગોમાં 22 થી 24 મે વચ્ચે વરસાદની આગાહી કરી છે.

આ દરમિયાન ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદનું આગમન થશે. હવામાન વિભાગે કહ્યું છે કે, હાલ ઊત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે. ત્યારે શુક્રવારે પંજાબ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન જેવા અલગ-અલગ ખંડોમાં ધીમીધારે વરસાદ શરૂ થઈ જશે.

20મે રોજ ઉત્તર-પશ્ચિમ અલગ અલગ વિસ્તારોમાં 21થી 22 મેના રોજ શરૂ થઈ જશે. જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન વધી રહ્યું છે.

હવામાન વિભાગ રહ્યું છે કે આગામી દિવસોમાં દિલ્હી ગરમીમાંથી રાહત મળશે. આ વખતે દિલ્હીમાં ચોમાસુ સમયસર દસ્તક આપશે. તેવું જણાવવામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતમાં પણ સમયસર ચોમાસુ રહેશે તેવું નિષ્ણાતોનું માનવું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસુ મધ્યમ રહેશે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતોને ખેતીલાયક વરસાદ ને લઈને હવામાન વિભાગે જાણકારી આપી છે. ભારતમાં આ વર્ષે ચોમાસુ અઠવાડિયું પહેલું બેસવાનું છે.

તેવું નિષ્ણાતો અને હવામાન વિભાગનું માનવું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરી છે જેથી ગરમીથી રાહત મળશે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *