ભાજપમાં ગાબડું / ભાજપ ના વોર્ડ મંત્રી સહિત 150થી વધુ કાર્યકર્તાઓ જોડાયા આ પાર્ટીમાં..

ગાંધીનગર કોર્પોરેશનના ત્રિપાંખિયા ચૂંટણીજંગમાં પક્ષ પલટો કરવાના મુદ્દે ચાલી રહ્યો હતો. ત્યારે પણ ગાંધીનગર પેથાપુર વોર્ડ નંબર બે ના મહામંત્રી સહિત 200 કાર્યકર્તાએ ભગવો ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો હાથ પકડી લેતા રાજકારણમાં હલચલ થઇ છે.

ત્યારે થોડા દિવસો અગાઉ તન-મન-ધનથી ખર્ચ કરીને ભાજપને સત્તા આપવા કોર્પોરેશનની ચૂંટણી એક સપ્તાહનો સમય બાકી છે. તેવામાં પક્ષ પલટો પણ થઇ ગયો છે.

આજે વોર્ડ નંબર બે ના મહામંત્રી મહેશ, રમણજી ઠાકોર કારોબારી સદસ્ય યુવા મોરચા સહિત ચેહરાજી ઠાકોર, ઠાકોર ભરતજી, અમરતજી ઠાકોર રોહિત ઠાકોર, વિષ્ણુ ઠાકોર અને પ્રવિણ ઠાકોર 150થી વધુ કાર્યકર્તાઓએ ભગવો ઉતારી દીધો છે.

ભાજપ દ્વારા સતત થતી અવગણના ની કાર્યપ્રણાલી થી નારાજ મહામંત્રી તેમજ યુવા મોરચા ના કારોબારી સદસ્ય સહિત 300કાર્યકર્તાએ ગુજરાત પ્રદેશ પ્રવક્તા યુવરાજ સિંહ રાણા તેમાં જિલ્લાના નેતાઓની હાજરીમાં વિવિધ રીતે કોંગ્રેસ માં પ્રવેશ કરી લેવામાં આવ્યું છે.

તેવા સંજોગોમાં ભાજપમાં પડતા વોર્ડ નંબર 2 માં ચૂંટણી જંગ જીતવા લોઢાના ચણા ચાવવા સમાન પુરવાર થવાની શક્યતા વર્તાઇ રહી છે.

પ્રદેશ કક્ષાએથી ચૂંટણી ટાણે પક્ષના ગાબડું ના પાડે તેનું ધ્યાન રાખવાની ભાજપ સ્થાનિક નેતાઓએ ખાસ સુચના આપવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *