રાજ્યમાં જાણે કોંગ્રેસની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, કોંગ્રેસમાં સતત ગાબડા પડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડયું છે. લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ રહ્યો છે. છેલ્લાં પચાસ વર્ષોથી કોંગ્રેસનો ગઢ ખેડા બેઠક માનવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપે આ બેઠક પર કબ્જો કરી લીધો છે.
ખેડામાં ભાજપની સત્તા આવ્યા બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને કકળાટ વધ્યો હોવાને કારણે કાર્યકર્તાઓ પણ પક્ષથી નારાજ છે, અને એટલા માટે ખેડાની મહુધા વિધાનસભા બેઠકના કોંગ્રેસના કાર્યકર્તા એ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે.
સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, ખેડાની મહુધા વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસ ને મોટો ફટકો પડયો છે.કારણકે મહુધાના 500થી વધારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે.
મહુધા વાસણા અને ચુણેલ ગામ ના કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. આ કાર્યક્રમમાં વાસણા ગામના સરપંચ અનુપટેલ, ઉપસરપંચ સુભાષ સોઢા સાથે ગ્રામપંચાયતના સભ્યો નો સમાવેશ થાય છે.
તો બીજી તરફ કોંગ્રેસના 500થી વધુ કાર્યકર્તાઓને ભાજપ નો કેસ ધારણ કરી તેમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના ધારાસભ્યો અર્જુન સિંહ ચૌહાણ અને તાલુકા ભાજપના પ્રભારી રાજન દેસાઇ દ્વારા તેઓને ખેસ પહેરાવી આમંત્રણ અને શુભેચ્છા પાઠવી હતી.
મહત્વની વાત એ છે કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસને એક પછી એક ફટકા પડી રહ્યા છે. કોંગ્રેસનાં હાઈ કમાન્ડ દ્વારા ગુજરાતની પ્રદેશ નેતાગીરીને લઇને હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી, તો બીજી તરફ પક્ષમાં આંતરિક વિખવાદને કારણે કોંગ્રેસને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!