રાજકારણમાં હલચલ / જયેશ રાદડિયાએ પોતાનું મંત્રીપદ ગુમાવ્યા બાદ, હવે મળશે આ ઉચ્ચ..
રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમની પેનલના નામ જાહેર કરવામાં આવ્યા છે. આજે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ 12 જેટલી નામની જાહેરાત કરી હતી જે યાદી બહાર પડી તેમાં ડીકે સખિયા જુથનો હાથ ઉપર રહ્યો છે.
સામેના જૂથના રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી ના સમર્થકો ની ઉમેદવારી આવી નથી. આખી યાદી તૈયાર કરવામાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા કિંગમેકર બન્યા છે.
ભાજપે 12 ઉમેદવારો ની યાદી કરી જાહેર.. રૂપાંતર
પરસોતમ સાવલિયા, કેશુભાઈ નંદાણીયા
પડધરી
હંસરાજ ભાઈ લીમ્બાચીયા, વસંતભાઈ નથુભાઈ ગઢીયા, હઠુભા જાડેજા
લોધીકા
ભરતભાઈ ખૂટ, જેન્તીભાઈ ફાચરા
રાજકોટ
જે. કે.જાળીયા, હિતેશ ભાનુભાઈ મહેતા, જીતુભાઈ સખીયા, જયેશ ગોવિંદ બોઘરા, વિજય કોરાટ
માર્કેટીંગ યાર્ડની ચૂંટણી જાહેર થઈ ત્યારે ભાજપના બે જૂથ આમને સામને આવી ગયા હતા. સહકારી ક્ષેત્રની છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં અરવિંદ રૈયાણી અને ડી.કે.સખિયા ના જૂથ આમને સામને હતા.
અગાઉ થયેલી રાજકોટ લોધીકા સંઘની ચૂંટણીમાં અરવિંદ રૈયાણી એ પોતાની તાકાત લગાવી હતી. અને હરદેવસિંહ જૂથના નિતીન ચેરમેન પદેથી હટાવી ને દૂર કર્યા હતા. જેમાં રાદડિયાએ કિંગ મેકર બની ને નરેન્દ્રસિંહ જાડેજા ને ચેરમેન બનાવ્યા ત્યારબાદ સરદાર સહકારી મંડળીની ચૂંટણી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!