રાજકારણમાં હલચલ / જીતુ વાઘાણીએ જીગ્નેશ મેવાણી ના કોંગ્રેસમાં જોડાવા ને લઈને, આપ્યું મોટું ચોકાવનારું નિવેદન

જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાવાના છે. તે મામલે ભાજપના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એ પોતાનો મત વ્યક્ત કર્યો છે. જીગ્નેશ મેવાણી કોંગ્રેસના એજન્ટ છે. તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું વાકાણીએ કહ્યું કે, જેને જે પક્ષ ગમતો હોય તેમાં જાય તેઓ તેમના હક છે. જીગ્નેશ મેવાણી એજન્ટ તરીકે પક્ષના ચૂંટણી લડ્યા અને અમે પહેલેથી જ કહેતા હતા કે, તે કોંગ્રેસમાં છે.

માત્ર હવે ખુલાસો કર્યો છે દિલ્હીના શહિદ પાર્ક ખાતે ભગવતસિંહ પુષ્પાને પુષ્પ અર્પણ કર્યા હતા. બન્ને નેતાઓ કોંગ્રેસમાં સામેલ થતાં પહેલાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શહીદ ભગતસિંહ પહોંચ્યા હતા.

જ્યાં તેમણે ભગતસિંહની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. તથા કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી. જીગ્નેશ મેવાણી એ કહ્યું હતું કે, હું અમુક કારણોસર સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે નથી જોડાયો.

પરંતુ વિચાર સાથે જોડાયો છું આ સાથે જ તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે, આગામી ચૂંટણી કોંગ્રેસ ના બેનર હેઠળ જ લડીશ. કોંગ્રેસની નજર હવે વિધાનસભાની સાથે લોકસભાની ચૂંટણી પર પડશે ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ હવે નવા યુવા ચહેરાઓને પાર્ટીમાં સામેલ કરી રહી છે.

જેથી 2024 માં તેઓ સત્તા હાંસલ કરી શકે કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી ને પાર્ટીમાં સામેલ કરવા કોંગ્રેસને મોટો ફાયદો થશે. કારણ કે તેમના મોટા પ્રમાણમાં સમર્થકો છે.

તમને જણાવી દઈએ કે 2017ની ચૂંટણીમાં હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી એ મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થઈ ચૂક્યા છે.

બીજી તરફ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા છે જો કે જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસમાં જોડાયા છે, તેને કારણે કોંગ્રેસને ઘણો ફાયદો થઈ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *