ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ આ વખતે રાજ્યમાં ત્રિકોણીય જંગ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ની સિદ્ધિ લડાઈ વાળા રાજ્યમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. હાલમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
ત્યારે એક બાદ એક યુવા ચહેરાઓને પણ પાર્ટીમાં સામેલ કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં આજે ગુજરાતનો એક સમયનો જાણીતો ચહેરાએ ઝાડુ પકડ્યું છે.
દિલ્હીના ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયા ગુજરાત પ્રવાસ પર છે.
ત્યારે આજે યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. LRD આંદોલન વખતે યુવરાજસિંહ જાડેજા ચર્ચામાં આવ્યા હતા.
યુવરાજસિંહ જાડેજા સિવાય અમરેલીના કોંગ્રેસ આગેવાન ઝવેરભાઈ રંગાળીયા ને પણ આમ આદમી પાર્ટીની સદસ્યતા અપનાવી છે. યુવરાજસિંહ જાડેજા સિવાય અમરેલીના કોંગ્રેસ આગેવાન ઝવેરભાઈ રંગાડીયા ને પણ મનીષ સિસોદિયાએ આમ આદમી પાર્ટીમાં આવકાર્યા છે.
નોંધનીય છે કે આગામી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલીયા ના નેતૃત્વમાં વિજય સુવાળા સહિત યુવા ચહેરાઓને પાર્ટીમાં સામેલ કરવા માટે મોટા મિશન પર કામ કરી રહી છે.
આ સિવાય ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મનીષ સિસોદિયા રોડ શો યોજીને પ્રચાર કરી રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!