ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો પોતાનું જોર લગાવી રહી છે. આ ચુંટણીમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ આવ્યું છે. સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચેલા મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી, સોમાભાઇ ચૌધરી તેમજ પ્રવિણ રામ સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ એ સ્વાગત કર્યું હતું.
પાર્ટીના ઉમેદવારો સાથે પેથાપુરમાં રોડ શો કરી કરશે. ચૂંટણી નો ભવ્ય પ્રચાર બાદમાં ગાંધીનગર જવા રવાના થયો હતો.
મનીષ સિસોદિયા ગાંધીનગરના અક્ષરધામ માં દેવ દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. ત્યારબાદ ગાંધીનગરના નાગરિક સાથે સંવાદ કરશે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે પેથાપુરમાં રોડ શો કરીને ચૂંટણી નો પ્રચાર કરશે.
ગાંધીનગરની ચૂંટણીને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતપોતાની રીતે ચૂંટણી ને જીતવા માટે જોર લગાવી રહી છે.
દિલ્હીના મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાત પ્રવાસ દરમિયાન પેથાપુરમાં ભવ્ય રોડ શો દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રચાર કરશે
અને તેમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ઈશુદાન ગઢવી, સોમાભાઇ ચૌધરી અને પ્રવિણ રામ સહિતના નેતાઓ હાજર રહેશે. આમ આદમી પાર્ટી દિવસેને દિવસે પ્રચાર અને પ્રસાર કરી રહી છે, અને પોતાનું પ્રભુત્વ જમાવી રહી છે. સાથે અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!