રાજકારણમાં હલચલ / લ્યો બોલો ! નવા મંત્રી મંડળ સાથે અધિકારીઓ માટે પણ લેવાયો આ મોટો નિર્ણય…
ગુજરાતનું નવું મંત્રી મંડળ નો રિપીટ થિયરી પર આધારિત જોવા મળ્યું ત્યારે સરકારના મંત્રીઓની જેમ અધિકારીઓ માટે પણ નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવી છે. પૂર્વ મંત્રી ઓના ત્યાં PA અને PS રહી ચૂકેલા અધિકારીઓને હવે ફરી સ્થાન આપવામાં નહીં આવે છે. જેને કારણે જુના અધિકારીને મોટો ઝટકો લાગ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા નવા અધિકારીઓની નિમણૂક આપવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને વિવાદિત અધિકારીઓ રિપીટ થશે જ નહીં એટલે કે, ભૂતકાળમાં જે ની છબી ખરડાઇ હોય તેવા અધિકારીઓ રિપીટ થશે નહિ.
આ નિર્ણયને લઇને મોટા ભાગના જૂના અધિકારીઓમાં ચિંતા માં મુકાઇ ગયા છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના મંત્રી મંડળમાં કોઈપણ મંત્રીને ફરીથી રિપિટ કરવામાં નથી આવી.
આ સાથે જ વિવાદિત મંત્રીઓને પણ મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેવી જ થિયરી અધિકારીઓ માટે લાગુ કરવામાં આવી છે.
જે પણ અધિકારીઓએ ધારાસભ્ય અને કાર્યકરનું માં નહીં જાળવવી હોય તેવા પીએ અને પીએસ ને પણ હવે રિપીટ કરવામાં નહીં આવે. જો કોઈને પણ રિપિટ કરવા હશે.
તો તેના માટે મુખ્યમંત્રીની મંજૂરી લેવી પડશે ઉલ્લેખનીય છે કે, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજય મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. તે આગામી ચૂંટણીને અનુલક્ષી ને કરવામાં આવી છે.
ભાજપ દ્વારા હવે ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. આજ કારણોસર રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન પણ કરવામાં આવ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!