નવા મુખ્યમંત્રી ને લઈને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આપ્યુ મોટું નિવેદન, કહ્યું કે..

ગઈકાલે નવા મુખ્યમંત્રી તરીકે પાટીદાર ધારાસભ્યોને નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આ વિશે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપશે તેવું કહ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે એના પહેલા જ રાજ્યમાં ચૂંટણીનો ગરમાવો શરૂ થઈ ગયું હોય તો 12 જૂનના રોજ કાગવડ ખોડલધામ મંદિરે લેવા પાટીદાર અગ્રણીઓની મીટીંગ નું આયોજન થયું હતું.

આ મીટિંગ પછી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ મીડિયા સમક્ષ જણાવે છે કે, પટેલ સમાજને કેશુબાપા જેવો આગેવાન મળ્યો નથી, તેમજ આગામી મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઈએ.

નરેશ પટેલના વિધાન પછી કેટલાક તર્ક-વિતર્ક શરૂ થયા હતા થોડા સમય અગાઉ ભાજપના પ્રદેશપ્રમુખ આર પાટીલે ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણી ના નેતૃત્વમાં આગામી ચૂંટણી લડાશે.

શનિવારે બપોરે વિજયભાઈ રૂપાણી રાજ્યપાલ ને મળવા પહોંચ્યા હતા. તેમજ મુખ્યમંત્રી પરથી પોતાનું રાજીનામું આપ્યું હતું. વિજયભાઈના રાજીનામા પછી નવા મુખ્યમંત્રી કોણ બનશે તે ચર્ચા શરૂ હતી.

નવા સીએમ પાટીદાર હશે તેમ જ એનો આટલો મોટો બદલાવ ભાજપે કર્યો છે. એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલતી હતી.

ત્યારે રવિવારે બપોરે સહુ કોઇના આશ્ચર્ય વચ્ચે નવા CM તરીકે અમદાવાદના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ નું નામ જાહેર કરવામાં આવ્યું છે, આની સાથે જ પાટીદાર ધારાસભ્યોની મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરવામાં આવી હતી.

ત્યારે તેમની પ્રતિક્રિયા શું છે તેવું પૂછવામાં આવતા નરેશ પટેલ દ્વારા હાલમાં પોતે હૈદરાબાદ છે તેમ જ આ અંગે હાલમાં કઈ કહેવા માંગતા નથી, બે દિવસ પછી આ અંગે પ્રતિક્રિયા આપશે તેવું જણાવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *