સોમનાથ મંદિરે નરેશ પટેલ ધ્વજારોહણ માટે એક ભેટ આપી કે જેની મદદથી સીડીનો ઉપયોગ નહીં કરવો પડે. દેશના બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના શિખર પર ઓટોમેટીક ધ્વજારોહણ થઈ શકે તે પ્રકારની સિસ્ટમની શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન નરેશ પટેલ દ્વારા ભેટ આપવામાં આવી છે.
આ ઓટોમેટીક સિસ્ટમ ની મદદથી સૌપ્રથમ નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સોમનાથ દાદા ના આશીર્વાદ મેળવ્યા હતા. નરેશ પટેલ સોમનાથ મંદિર માટે ઓટોમેટીક સીસ્ટમ ને ભેટ ધરતા હવેથી સીડીનો ઉપયોગ નહીં કરવો પડે, ભક્તો નીચે ઊભા રહીને ધ્વજારોહણ ના દર્શન કરી શકશે.
ઘણા રાજ્યોમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. આ પવિત્ર શ્રાવણ માસમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન અને શિવ ભક્ત એવા નરેશ પટેલે સોમનાથ મંદિર ટ્રસ્ટ અને ધ્વજારોહણ માટેની ઓટોમેટીક સિસ્ટમ ભેટ ધરી છે.
સોમનાથ મંદિરે અનેક ભક્તો દર્શન કરવા આવે છે અને તે ભક્તો ધ્વજારોહણ કરવા માટે સીડી મારફતે ઉપર જવું પડતું હતું, પરંતુ આ ઓટોમેટીક સિસ્ટમ ની સીડી મારફતે હવે તેઓ ધ્વજારોહણ કરશે અને દર્શન કરશે.
આ આધુનિક ઓટોમેટિક સિસ્ટમથી ધ્વજારોહણ ના દર્શન કરી શકાશે, અને આ ઓટોમેટીક સિસ્ટમ દ્વારા ૧૫૦ ફૂટની ઉંચાઈ સુધી ધ્વજારોહણ પણ કરી શકાય છે.આ પ્રકારની ઓટોમેટીક સિસ્ટમ શ્રી ખોડલધામ મંદિર ખાતે પણ કાર્યરત છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!