નરેશ પટેલ નવો રાજકીય પક્ષ રચશે ! આજે સાંજે કરશે મોટી જાહેરાત..

નરેશ પટેલ રાજકારણમાં આવવાના ચર્ચાએ વેગ પકડ્યો છે. નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહીં તેને લઈને સસ્પેન્સ હજુ યથાવત છે. ગુજરાતમાં આગામી ચૂંટણી પૂર્વે પોતાના પોલિટિકલ કરિયર નો પ્લાન બનાવી રહેલા લઈને અનેક તર્ક-વિતર્કોચાલી રહ્યા છે. નરેશ પટેલ પોતાની પાર્ટી બનાવશે તેવું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે.

નરેશ પટેલના નજીક ગણાતા લોકો તેમને સતત માર્ગદર્શન આપી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ નરેશ પટેલ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ત્રણમાંથી કોઇપણ પક્ષ માં જોડાવાનાં નથી.

તેઓ નવા રાજકીય પક્ષની રચના કરવાનો નિર્ણય લઇ રહ્યા છે. અને આજે સાત વાગ્યે એક પત્રકાર પરિષદમાં તેઓ આ અંગે જાહેરાત કરશે, તેવું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે.

નરેશભાઈ પટેલના લાંબા સમયથી સ્વ. કેશુભાઈ જે રીતે પાટીદારોને ફરી ટોચ પર લાવવા માટે ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી હતી, તે બાબત અધૂરી રહી તેમને ખૂંચતું હતું.

ખોડલધામના પ્લેટફોર્મ પરથી કેશુભાઈ અગાઉ આ પાર્ટીને મોટી કરવા પ્રયત્ન કર્યા હતા. પરંતુ તે સમયના રાજકીય પરિબળો અને કેશુભાઈ નામ સ્વાસ્થ્ય વગેરેને કારણે સફળ રહ્યા ન હતા.હવે તેમને આગળ વધારવાનો પ્રયત્ન કરશે તેવું સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે.

જોકે અગાઉ સત્તાવાર રીતે ભાજપમાં વિલીનીકરણ થઈ ગયું હતું તેથી તે નામ રાખવાને બદલે તેની સાથે નું મળતું નામ રાખશે, એટલું જ નહીં સ્વ. કેશુભાઈ તેમના મેન્ટલ હશે અને પાટીદારના તમામ સમાજને કરશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *