હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસમાં જોડાવાના ખુલ્લા આમંત્રણ બાદ નરેશ પટેલનું મોટું નિવેદન..

હાર્દિક પટેલના પત્ર બાબતે નરેશ પટેલનું નિવેદન, ખોડલધામ નહીં બંને રાજકીય પ્લેટફોર્મ. રાજકારણ નરેશ પટેલનો અંગત નિર્ણય હશે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા માટે ખુલ્લો પત્ર લખી આમંત્રણ પાઠવી ગુજરાતના રાજકારણમાં ભારે હલચલ મચાવી દીધી હતી. હાર્દિક પટેલના પત્ર બાદ નરેશ પટેલનું મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ખોડલધામ ક્યારે રાજકીય પ્લેટફોર્મ નહીં બને રાજકારણમાં પ્રવેશ નો મારો અંગત નિર્ણય રહેશે.

હાર્દિક પટેલના પત્ર બાબતે નરેશ પટેલનું નિવેદન જો કે, હાર્દિક પટેલના પત્ર બાબતે નરેશ પટેલે જણાવ્યું હતું કે હાર્દિક ના લખેલા પત્રની જાણ મને હજુ હમણાં જ થઈ છે.

મેં પત્ર હમણાં જ વાંચ્યો છે હાર્દિક સાથે વાત કરવાની બાકી છે. પત્રનું માધ્યમ ખબર નથી. આ અંગે વાત થાય પછી જ કહી શકાય જોકે નરેશ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ખોડલધામ ક્યારે રાજકીય પ્લેટફોર્મ નહીં બને.

તેમને તે પણ જણાવ્યું કે, રાજકારણમાં જોડાઉ તે મારો અંગત નિર્ણય હશે. અને યોગ્ય સમયે રાજકારણ માં જોડાવા અંગે નિર્ણય લેશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નેતા નરેશ પટેલને પત્ર લખીને રાજકારણ માં જોડાવા અપીલ કરતાં સમગ્ર રાજકારણમાં મોટી હલચલ થઇ છે.

હાર્દિક પટેલે આ પત્રમાં લખ્યું હતું કે નરેશ પટેલને પાટીદાર સમાજના માર્ગદર્શન બનીને રાજકારણમાં આવવું જરૂરી છે. હાલ પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હિત અને અસ્તિત્વની લડાઈ માટે શ્રી ગણેશ કરવાનો સમય આવી ગયો છે. હાર્દિક પત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એક પક્ષનું શાસન છે.

શાસક પક્ષની તાનાશાહી થી ગુજરાતીઓને અન્યાય થાય છે. પાટીદાર સમાજના યુવાનો પણ સરકારની તાનાશાહી નો ભોગ બન્યા છે. જેને લઈને ભાજપ સામે રાજકારણમાં ઉતરવા હાર્દિકે નરેશ પટેલને આમંત્રણ આપ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *