રાજકારણમાં નવાજૂનીના એંધાણ / મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પાટીદાર નેતા સાથે કરી બંધબારણે..
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર એ.કે પટેલ ની અમદાવાદમાં તેમના નિવાસ સ્થાને જઈને શુભેચ્છા મુલાકાત કરી હતી. ડોક્ટર એ.કે પટેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને ગુજરાતનું સુશાસન દાયિત્વ સંભાળ માટે અભિનંદન આપી.
ગુજરાતની વિકાસયાત્રા વધુ ઉન્નત બને અને ઉત્તરોત્તર પ્રગતિ ના સોપાન સર કરતી રહે તેવી શુભેચ્છા પાઠવી છે. નોંધનીય છે કે ,એ.કે ભાજપના સૌથી પહેલાં શું છે.
ભાજપે પહેલીવાર જ્યારે લોકસભાની બેઠક મેળવી ત્યારે તેમના એ.કે.પટેલ હતા. આજે વિધાનસભા ના કાર્યકારી અધ્યક્ષ તરીકે દુષ્યંતભાઈ પટેલ ની નિમણૂક કરવામાં આવી છે.
વિધાનસભાની કાર્યવાહીમાં નવા અધ્યક્ષની વરણી દુષ્યંતભાઈ પટેલ કાર્યકારી અધ્યક્ષ તરીકે કરાવશે કાર્યકારી અધ્યક્ષ નીમાબેન આચાર્યના રાજીનામા બાદ દુષ્યંત પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
હવે નીમાબેન આચાર્ય અધ્યક્ષની ચૂંટણીમાં ઊભા રહેશે નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ ડૉ રાજેન્દ્ર ત્રિવેદી નો સમાવેશ કરવામાં આવતા હાલ ગુજરાત વિધાનસભાના સ્પીકર પર ખાલી પડ્યું છે.
જેને પગલે હવે સ્પીકરની ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાય એ પહેલા જ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ પદેથી નીમાબેન આચાર્ય રાજીનામું આપી દેતા નીમાબેન કાર્યકારી અધ્યક્ષ પદે હોય.
તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી નહીં લડી શકે, એ માટે તેમણે રાજીનામું આપ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!