નવાજૂનીના એંધાણ, PM મોદીએ બોલાવી તાબડતોડ બેઠક, આ મહત્વના મુદ્દા પર થશે ચર્ચા..

ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ પર હર્ષ ઉલ્લાસ કરવામાં આવ્યા હતા. અને સાથે સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવેલ મેગા વેક્સિનેશન હેઠળ ગુજરાતના અમદાવાદમાં મહારેલીનું આયોજન થયું હતું. સમગ્ર દેશમાં મહામારી ના કેસ અટકાવવાનું નામ નથી લઈ રહ્યાં, ત્યારે બીજી બાજુ મહામારી થી બચવા માટે ખૂબ મોટા પાયે વેક્સિનેશન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે.

આની સિવાય બીજી બાજુ સત્તારૂઢ પાર્ટી ભાજપમાં છેલ્લા છ માસથી ખૂબ મોટી ઊથલપાથલ ચાલી રહી છે. તેમ જ એક પછી એક મુખ્યમંત્રી ના રાજીનામાં લેવામાં આવ્યા છે.

અને ત્યારબાદ નવા મંત્રી મંડળ ની તૈયારી કરવામાં આવી છે. આવા સમયમાં પીએમ નરેન્દ્ર મોદી સતત એક્શનમાં દેખાઈ રહ્યા છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે સચિવોની બેઠક બોલાવી છે.

જેમાં કેટલાક કામોની સમીક્ષા કરવામાં આવશે આની સાથે જ આગળના કેટલા કાર્યને લઇને ચર્ચા કરવામાં આવશે. આવતીકાલે સાંજે ચાર વાગ્યાના સુમારે દિલ્હીમાં નરેન્દ્ર મોદી સચિવોની બેઠક બોલાવી છે.

આ બેઠકમાં હાલના કામ પર સમીક્ષા કરવામાં આવશે. તેમજ આગામી કોઈ મોટા નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

અહીં નોંધનિય છે કે, સપ્ટેમ્બર મહિનો પીએમ નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્ર સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહિનામાં વેક્સિનેશન નો એક ખૂબ મોટો પડાવ પાર કરવાનો છે.

તેમજ એક પછી એક વેક્સિનેશન નો રેકોર્ડ બન્યો છે. ત્યારે બીજી બાજુ વિદેશ નીતિ માટે પણ આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *