નવજોત સિંહ સિદ્ધુ બન્યા કોંગ્રેસના નવા કેપ્ટન, પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા, જાણો.
• પંજાબમાં કોંગ્રેસ ના નવા ‘કેપ્ટન’ બન્યા નવજોત સિંહ સિદ્ધુ
• ચાર કાર્યકારી અધ્યક્ષ ની પણ નિયુકતી કરાઇ
• કોંગ્રેસ હાઇકમાન્ડે આપી મંજૂરી
પંજાબ કોંગ્રેસના છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોતસિંહ સિધ્ધુ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવજોત સિંહ સિધ્ધુ ને પંજાબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની કમાન સોંપી દીધી છે.
પંજાબમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાર કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે.
પ્રતાપસિંહ બાજવાના ઘરે સાંસદોની બેઠક કરવામાં આવી હતી. નવજોત સિદ્ધુના મુદ્દે પંજાબના કોંગ્રેસ સાંસદ માં આજે બેઠક કરવામાં આવી હતી. દિલ્હીમાં કોંગ્રેસના પંજાબ લોકસભા, રાજ્ય સભાના સાંસદ પ્રતાપસિંહ બાજવા ના ઘરે બેઠક ની તૈયારી કરવામાં આવી હતી. આ બેઠકમાં નવજોતસિંહ સિધુ ને પ્રદેશ ના અધ્યક્ષ બનાવવા માટે ની ચર્ચા કરવામાં આવી હતી.
નવજોત સિંહ સિધ્ધુ માફી માંગે તેવી ધારાસભ્યોની માંગ હતી. આ પેહેલા પંજાબ કોંગ્રેસમાં સિધુ કેપ્ટનને લઈને પાર્ટીમાં ખેંચતાણમાં અનેક ધારાસભ્યો કૂદી પડયા હતા.
કોંગ્રેસના 10 ધારાસભ્યોએ રવિવારે નિવેદન જાહેર કરીને નવજોત સિધુ ને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ની માફી માંગવા કહ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!