સમાચાર

નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને આનંદીબેન પટેલે કરી બંધબારણે બેઠક, રાજકારણમાં હલચલ..

સીએમ ભુપેન્દ્ર પટેલ આજે જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. આનંદીબેન પોતાના અંગત કારણોસર બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે સવારે ભૂપેન્દ્ર પટેલે તેમની સાથે મુલાકાત કરી હતી. આનંદીબેન પોતાના અંગત કારણોસર બે દિવસ માટે ગુજરાત પ્રવાસ કર્યો છે.

ભૂપેન્દ્ર પટેલ આનંદીબેન નજીક ગણાતા નેતા ગણવામાં આવે છે. જ્યારે સીએમ તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે તે સમયે પણ ભુપેન્દ્ર પટેલ આનંદીબેન ને યાદ કર્યા હતા. ધારાસભ્ય છે તે પણ આનંદીબેન પટેલની જ હતી.

ગુજરાતના નવા સીએમ ભુપેન્દ્ર પટેલ આનંદીબેન જૂથના માનવામાં આવે છે. વર્ષ 2017 મા ભુપેન્દ્ર પટેલ ધારાસભ્ય તરીકે ટિકિટ આપવાનો આગ્રહ પણ આનંદીબેન નો હતો.

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આનંદીબેન રાજીનામું આપ્યું ત્યારે તેઓ ઘાટલોડિયાના ધારાસભ્ય હતા જોકે મુખ્ય પ્રધાન તરીકે પરથી ઉતર્યા પછી ક્યારેય ચૂંટણીના લડ્યા નો નિર્ણય કર્યો હતો.

જેની જાણ પણ એમને મોવડીમંડળને કરી હતી 2017ની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં આનંદીબેન પટેલ સક્રિય ભૂમિકા જોવા મળ્યા હતા. ભુપેન્દ્ર પટેલના નામનો ભાજપના સિનિયર નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

ત્યારે પણ આજ નામ ઘાટલોડિયામાં ભુપેન્દ્ર પટેલ ના ઉમેદવાર બનશે તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો.

છેલ્લે મોડી રાત્રે અમદાવાદમાં ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી હતી, ત્યારે ઘાટલોડિયાના ભુપેન્દ્ર પટેલ ના નામની છેલ્લે મોહર લગાવવામાં આવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *