પેટ્રોલ-ડીઝલના ભાવ ને લઈને આવ્યા રાહતના સમાચાર, આ મુખ્યમંત્રીના નિર્ણયથી પેટ્રોલ 3 રૂપિયા સસ્તું થયું.
તમિલનાડુમાં વિધાનસભાનું બજેટ સત્ર આજ થી શરૂ થયું છે. રાજ્યના નાણા મંત્રી પીટીઆર પલાનીવેલ ત્યાગરાજને રાજ્યના ઇતિહાસમાં પ્રથમ પોતાનું બજેટ રજૂ કર્યું. તમિલનાડુ સરકારે પેટ્રોલ ટેક્સ ત્રણ રૂપિયા પ્રતિ લીટર ઘટાડવાની મોટી જાહેરાત કરી છે. તેને કારણે રાજ્યને દર વર્ષે 1160 કરોડ રૂપિયાનું નુકસાન થશે.
આ સિવાય બજેટમાં મહિલા સરકારી કર્મચારીઓની પ્રસુતિ રજા 9 મહિનાથી વધારીને 12 મહિનાના કરવામાં આવી છે.સેન્ટર ફોર ક્લાઈમેન્ટ ચેન્જની સ્થાપના 500 કરોડના ખર્ચે કરવામાં આવશે.
રાજ્યના તમામ સ્વનિર્ભર જૂથોને 20,000 કરોડ રૂપિયા ક્રેડિટ તરીકે વહેંચવામાં આવશે.નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે, રાજ્યના તમામ 79,395 નાના ગામની દરેક વ્યક્તિને પ્રતિ લીટર 55 પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરવા માટેના પગલાં લેવામાં આવશે.
સાથે જ એક લાખથી વધુ અંબાદી ધરાવતા 27 શહેરમાં ભૂમિગત જળ નિકાસની યોજના પણ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમત બદલાય છે. સવારે છ વાગે નવા ભાવ લાગુ થઈ જાય છે.
પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન, અને અન્ય વસ્તુઓ જોડયા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રાની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે, આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.
આ માપદંડો ના આધાર પર પેટ્રોલ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!