નીતિન પટેલ અને રામદાસ આઠવલે આમને સામને, નીતિન પટેલે કહ્યું કે બહારના વ્યક્તિ ની…

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે ફરી એક વખત પાટીદાર અનામતનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કેન્દ્રીય સામાજીક અને ન્યાય બાબતના મંત્રી રામદાસ આઠવલેએ એક પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાટીદારોને ઓબીસીમાં સામેલ નહીં કરી શકાય પણ તેમની અલગ કેટેગરી બનાવી તેમને અનામત આપી શકાય.

ત્યારે આ બાબતે મુખ્ય મંત્રી નીતિન પટેલે સ્પષ્ટ જણાવી દીધું હતું કે, કેન્દ્ર સરકાર હવે અનામત આપવાનો અધિકાર રાજ્ય સરકારને આપ્યો છે. એટલે બહારના કોઈ નેતા કે કોઈ વ્યક્તિને અભિપ્રાયને ગુજરાત સરકારે માન્ય રાખવાનું જરૂરી રહેતા નથી.

કેન્દ્રીય મંત્રી રામદાસ ના નિવેદનને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મિડીયા સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, મારી સમજ અને જાણકારી પ્રમાણે તાજેતરમાં ભારત સરકારે કે કાયદો પસાર કર્યો છે.

તે કાયદા અંતર્ગત કોઈપણ રાજ્યોની સરકાર પોતાના નહીં રાજ્યની કોઇપણ જાતિ અને નિયમો અનુસાર તેની ચકાસણી કરીને સર્વે કરીને તે જ્ઞાતિ જાતિ પછાત વર્ગમાં સામેલ કરવા પાત્ર હોય તો તે કરી શકવાનો અધિકાર સરકારે સંસદમાં કાયદો પસાર કરીને રાજ્ય સરકારને આપ્યો છે.

એટલે હવે દરેક રાજ્ય સરકારે એ અધિકાર પ્રાપ્ત થયો છે. કે પોતાના રાજ્યની કઈ જ્ઞાતિ અને કઈ જાતિ અને પછાત વર્ગ તરીકે માન્યતા આપવી. એટલે હવે કેન્દ્રના કોઈપણ નેતા કે પછી પક્ષના કોઇ પણ નેતા કોઇપણ નિવેદન કરે તે યોગ્ય નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે કાયદો પસાર કરીને આજ કા રાજા સરકારને આપ્યો છે એટલે હવે આજના સરકારના અધિકારક્ષેત્રમાં આવી જાય છે. કે રાજ્ય સરકારે કઇ જ્ઞાતિ કે જાતિ કઇ શરત અને કયા નિયમોના આધારે પછાત વર્ગમાં સામેલ કરવી કે નહીં.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *