Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નીતિન પટેલે આપ્યુ મોટું ચોંકાવનારું નિવેદન / 'આપ' પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે... - GUJJUFAN

નીતિન પટેલે આપ્યુ મોટું ચોંકાવનારું નિવેદન / ‘આપ’ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે…

નીતિન પટેલે ગોપાલ ઇટાલીયા પર કર્યા પ્રહાર. જુના કોઈ કેસમાં ગોપાલ ઇટાલીયા ની અટકાયત કરતા નો મામલો, હાલમાં મહેસાણામાં નીતિન પટેલે ‘ભૂતકાળ’ને યાદ કર્યો.જનસેવા સંવેદના મુલાકાતના બીજા તબક્કાની શરૂઆત કરતા મહેસાણા ઉંઝા જઈ રહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ની ની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી.

હાલ ગાંધીનગર ની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે પૂર્વ મંત્રીઓએ પોતાના મતવિસ્તારમાં એકબીજા સામે આક્ષેપબાજી કરી રહ્યા છે. તો સામે પક્ષે આમ આદમી પાર્ટી ખૂબ જોરશોરમાં ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ કરી હતી.

આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા ની ઊંઝા ખાતે અટકાયત કરતાં જ વિરોધનો વંટોળ શરૂ થયો હતો.

અગાઉના જુના કેસ બાબતોને ધ્યાનમાં રાખીને તેમની અટકાયત કરવામાં આવી હતી. ગોપાલ ઇટાલીયા ની ધરપકડ અંગે નીતિન પટેલે કહ્યું હતું કે, કેટલાક લોકો ફરતા થયા છે જેમાં આપણને કોંગ્રેસના લોકો છે.

પરંતુ આપના નેતાઓએ ભૂતકાળમાં શું કર્યું તે અંગે રાજ્યની જનતા જાણે છે. આમ ગોપાલ ઇટાલીયા ની અટકાયતનો પ્રશ્નો નીતિન પટેલને કરવામાં આવતા તેમને આડકતરી રીતે આમ આદમી પાર્ટી પર આક્ષેપો કર્યા હતા રાજ્યના લોકો ભાજપ પર ભરોસો કરે છે.

તેવો દાવો પણ નીતિન પટેલે કર્યો હતો ગોપાલ ઇટાલીયા અને તેમનો ભુતકાળ પણ યાદ કરાવ્યું હતું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગમે તે કાર્યક્રમો યોજી લે પરંતુ રાજ્યની જનતા હમેશા ભાજપની સાથે જ છે. એ વાત ચોક્કસ છે તેવું નિવેદન નીતિન પટેલે આપ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *