નીતિન પટેલ આપ્યું મોટું નિવેદન, રાજકારણમાં હજી નવા-જૂની થવાના એંધાણ..

સરકારમાં નાયબ મુખ્યમંત્રી બની ચૂકેલા નીતિન પટેલને હજી કેબિનેટમાંથી હટાવી દેવામાં આવશે તો ભાજપમાં કોઈ મોટું સર્જાવાની સંભાવના નકારી શકાતી નથી. મહેસાણા ના કાર્યક્રમમાં આપેલા નિવેદનમાં નારાજગીનો સૂર રેલાતા હાઈકમાન્ડ તરફથી તેમને ફરી એકવાર મનાવવાના પ્રયાસો તેજ બનાવી દેવામાં આવ્યા છે. ગુજરાતના કાર્યકારી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ભાજપની કાર્યકારિણીની બેઠક પૂર્ણ થતાં જ સીધા મહેસાણા ખાતે ગયા હતા.

મહેસાણા ખાતે ગુજરાત સરકાર ના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 62 કરોડના ખર્ચે બનેલા મહેસાણા રાધનપુર રોડ થી મોઢેરા રોડને જોડતા કમળ પથનું લોકાર્પણ કર્યું હતું.

ત્યારબાદ જાહેર સભા સંબોધી હતી. નીતિન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મને કોઈ કાઢી શકે તેમ નથી ત્યાં સુધી હું લાખો લોકોના હદયમાં છું, ત્યાં સુધી મને કોઈ કાઢી શકે તેમ નથી.

હું મહેસાણા નું પાણી પીધેલો અસલ પાટીદાર છું. એમ કોઈ મને કાઢી શકે તેમ નથી, હું આખા બોલો છું. મહેસાણાની ભાષા બોલું છું તો લોકો ને ખોટું લાગે છે પણ તેનાથી મને કોઈ ફરક પડતો નથી.

નીતિન પટેલે જણાવ્યું હતું કે 30 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છું, અને ચડતી પડતી મેં જોઈ છે. નવનિર્માણ આંદોલન હોય કે, કોંગ્રેસની સરકાર સમયે માર ખાધા છે, મેં અનેક સરકારો આવતી જતી જોઈ છે.

હું પક્ષનો એક નાનકડો આજનો કાર્યકર્તા છું. અને રહીશ કોઈના કહેવાથી હું જતો નથી રહેવાનું આજે હું જે કંઈ પણ તે મેસાણા અને કડી ના કારણે છું.

તેથી આ જનતા નવોદય માં છું ત્યાં સુધી મને કોઇ હરાવી શકે તેમ નથી. નીતિન પટેલના આવવાની પાર્ટીમાં ગંભીર નોંધ લેવામાં આવી છે. પાર્ટી તરફથી તેમને મનાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

પ્રથમ વાર જ્યારે નરેન્દ્ર મોદી આનંદીબહેન પટેલની અનુગામી તરીકે વરણી કરી હતી. ત્યારે નીતિન પટેલનું ના મુખ્ય મંત્રીના પદ પર અગ્રસ્થાને હતું, પરંતુ પત્તુ કટ થયું હતું. બીજી વાર જ્યારે આનંદીબહેનના અનુગામી ની પસંદગી કરીને વિજય રૂપાણી મુખ્યમંત્રી પદ માટે પસંદ કરવામાં આવ્યા…

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *