નીતિન પટેલે આપ્યો કોંગ્રેસને સણસણતો જવાબ, રાજકારણમાં હલચલ…
નીતિન પટેલે કોંગ્રેસ ને આપ્યો હતો જવાબ કહ્યું કે, અધિકારીઓના કહ્યા મુજબ મેં તો ક્યારેક કામ નથી કર્યું. અને મેસાણા ની નવી સિવિલ હોસ્પિટલની આપી ભેટ. પ્રધાનમંત્રી મોદી ના જન્મ દિવસના કાર્યક્રમમાં મહેસાણા ખાતે ગેરહાજર રહેલ નીતિન પટેલ આજે મહેસાણા ની મુલાકાત લઈ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોનો આવકાર મળ્યો હતો.
અને નારાજગીના વાત વચ્ચે મહેસાણા ખાતે આજે નીતિન પટેલ નો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી આજે કડી ખાતે પહોંચ્યા હતા.
જ્યારે કડી ખાતે ભાગ્યોદય હોસ્પિટલમાં નીતિન પટેલે સર્વ રોગ નિદાન કેમ્પનું ઉદઘાટન કર્યું હતું. જોકે કડી ખાતે નીતિન પટેલ નો ભવ્ય સ્વાગત કરાયું, અને ત્યારબાદ ભવ્ય રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, કડીની જનતા મારી સાથે જ રહી છે. મેં તેમને દરેક પ્રકારની સહાય અપાવી છે તેનું ઋણ ચૂકવવું તા હોય તે રીતે કરીને પ્રજા મને આવકારી રહી છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, નવા આરોગ્ય મંત્રી સમક્ષ મહામારીનો પડકાર રહ્યો નથી. અમારી સરકાર સામે તે હતો ફાળવેલ બજેટ નો ઉપયોગ કરવાનો છે. તેનો પ્લાન તૈયાર થઈ ગયો છે.
અને હું પણ તેનું ધ્યાન રાખીશ અને આરોગ્યમંત્રી પણ મહેસાણા છે. તો તેઓ પણ ધ્યાન રાખશે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે હું હિમાલય જઈને આવ્યો હોય તેવું સન્માન કર્યું.
હજુ હિમાલય સર કરવાનો બાકી છે. હજારો લોકોએ ઉમળકાભેર સન્માન કર્યું, અને જૂના દિવસો યાદ આવી ગયા ટૂંકા સમયગાળામાં આટલું કર્યું એનો મને આનંદ છે. મહેસાણા અને કડીમાં એવા લોકો છે જે ક્યારેય ભુલ્યા નથી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!