ગોપાલ ઇટાલીયા ને લઈને નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?

આમ આદમી પાર્ટીના નેતા ઓ જનસેવા સંવેદના મુલાકાતના બીજા તબક્કાની શરૂઆત કરવા માટે મહેસાણા ઉંઝા જઈ રહેલા આ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી.. મહેસાણા માં દાખલ થયા કે તરત જ ટોલટેક્સ પાસે તેમની અટકાયત કરવામાં આવી હતી.

ગોપાલ ઇટાલીયા ની અટકાયત ને પગલે આપના કાર્યકર્તા માં રોષ જોવા મળી રહ્યો છે. ઈશુદાન ગઢવી આ સંદર્ભે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કોઈ જૂના કેસમાં તેમની અટકાયત કરાઈ છે.

નીતિન પટેલ : ભૂતકાળમાં શું કર્યું છે, એ ન ભૂલે
રાજ્ય સરકાર પાંચ વર્ષની ઉજવણી કરી રહી છે તો આ સામે પક્ષે આમ આદમી પાર્ટી જનસેવા સંવેદના મુલાકાત કરી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા ની આજે ઊંઝા ખાતે અટકાયત કરતા વિરોધનો વંટોળ શરૂ થયો હતો.

અગાઉના જુના કેસ બાબતને ધ્યાને રાખી તેમની અટકયાટ કરવામાં આવી હતી, ગોપાલ ઇટાલીયા ની ધરપકડ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેટલાક લોકો ફરતા થયા છે જેમાં આપ અને કોંગ્રેસના લોકો છે… પરંતુ આપના નેતાઓએ ભૂતકાળમાં શું કર્યું તે અંગે રાજ્યની જનતા જાણે છે…

આમ ગોપાલ ઇટાલીયા ની અટકાયત નો પ્રશ્ન નીતિન પટેલને કરવામાં આવતા તેમને આડકતરી રીતે આપ પર પ્રહાર કર્યા હતા. રાજ્યના લોકો ભાજપ પર ભરોસો કરે છે તેવો દાવો કર્યો હતો. અને ગોપાલ ઇટાલીયા અને તેમનો ભુતકાળ યાદ કરાવ્યો હતો. આપ અને કોંગ્રેસ ગમે તે કાર્યક્રમો યોજે પરંતુ રાજ્યની જનતા હંમેશા ભાજપ સાથે છે. એ ચોક્કસ છે, તેવું નીતિન પટેલે નિવેદન આપ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *