નીતિન પટેલની મોટી જાહેરાત, 2022 ની વિધાનસભાની ચૂંટણી આ જગ્યાએથી લડીશ..

આજે ગુજરાતમાં નવા મંત્રીમંડળનો શપથવિધિ થઈ હતી.આ શપથવિધિમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. એ પછી તેમને ખાસ વાતચીતમાં જાહેરાત કરી હતી કે, હું 2022 ની ચૂંટણી મહેસાણા થી લડીશ. તેમને જણાવ્યું હતું કે, હું ચાલીસ વર્ષથી રાજનીતિમાં સક્રિય છું. લોકો મને માન આપે છે, પણ આ લોકચાહના મારી વર્ષોની મહેનત છે.

મેં નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે. હું વીસ વર્ષ મંત્રી રહ્યો. વિધાનસભામાં પણ સક્રિય રહ્યો. તેમને કહ્યું કે, ચૂંટણી લડવી એ નક્કી મારે કરવાનું છે. ટિકિટ આપવી કે મંત્રી બનાવવાનું કામ પક્ષે કરવાનું છે.

2022ની ચૂંટણીનું મહેસાણા થી લડીશ. આત્મારામ પટેલ માટે મેં રાજીનામું આપવાની તૈયારી બતાવી હતી. મેં કોઈ દિવસ સત્તા માટે વલખા નથી મારા, ખુશામદ નથી કરી.

ગુજરાતની ભાજપની સરકારમાં સૌથી વધુ વખત મંત્રી બનવાની તક મળી અને 10 મહત્વ વિભાગો સંભાળ્યા. હું ક્યારેય સત્તાની પાછળ ફર્યો નથી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વમાં રચાયેલા નવી મંત્રીમંડળના સભ્યોના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 10 અને રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા 5 અને રાજ્યકક્ષાના 9 મંત્રીને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *